મોરબીમાં આજે કોરનાનો બીજો કેસ નોંધાયો: જિલ્લામાં 13 દર્દી સાથે મોરબી મોખરે…

મોરબી જિલ્લામાં સૌથી વધુ કોરોના કેસ વાંકાનેરમાં હતા, મોરબીએ ગાઈ કાલે તેમની બરોબરી કરી અને આજે આ સ્થાન મોરબીએ પોતાના નામે કરી લીધું છે.

મોરબી શહેરમાં આજે સવાર સવારમાં જ કોરોનાનો પોઝિટિવ કેસ બે નોંધાયા છે. આજે સવારે કોરોનાનો એક કેસ નોંધાયા બાદ હવે બીજો કેસ સામે આવ્યો છે. જેમાં મહેન્દ્રપરાં વિસ્તારમા રહેતા 67 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરાં વિસ્તારમા રહેતા 67 વર્ષના વૃદ્ધ રૈયાણી સાહબૂદીન રહેમતુલાને 2-3 દિવસથી શરદી અને તાવની તકલીફ હતી અને તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને રાજકોટ વેદાંત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં તેમના સેમ્પલ લઈને અમદાવાદની સુપ્રાટેક પ્રાઇવેટ લેબોરેટરીમા મોકલેલ હતા. ત્યારે આજે આ વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે રાજકોટ હોસ્પિટલના ડોકટરના જણાવ્યા મુજબ આ દર્દીને સારણ ગાંઠના ઓપરેશન માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. વધુમા, દર્દીને 15 વર્ષથી ડાયાબિટીસની તકલીફ છે. પણ હાલમા દર્દીની તબિયત સારી છે. હાલ આરોગ્ય તંત્રએ દર્દીના રહેણાંક વિસ્તારમાં તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો