Placeholder canvas

વાંકાનેર: ગામના અવેડે પાણી ભરવા ગયેલી યુવતી પર પાઈવ વડે હુમલો…

વાંકાનેર: ખંભારાપરામાં રહેતા ફરિયાદી ડાલીબેન લક્ષ્મણભાઇ ફાંગલીયા (ઉ.વ. 21)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના ઘર નજીક આવેલ અવેડામાં પીવાનું પાણી ભરવા ગયેલ હોય, જેમાં આરોપી તેજાભાઈ જીવણભાઈ ગમારા (રહે. ખંભારા પરા, વાંકાનેર)ને અગાઉ યુવતીના ભાઈ સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી થયેલ હોય, જેનો ખાર રાખી આરોપીએ લોખંડના પાઇપ વડે યુવતી પર હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવમાં યુવતીની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ સમાચારને શેર કરો