skip to content

ભયાનક હિટવેવની આગાહી: ગુજરાતમાં પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી…

ગ્લોબલ વોર્મિંગની અસર સતત વર્તાઈ રહી છે. બીજી તરફ ચારેય બાજુ વધતા જતા કોંક્રિંટના જંગલો અને વૃક્ષોનું નિકંદન પર્યાવરણની પથારી ફેરવી રહ્યું છે. આપણે પોતે જ આપણી ઘોર ખોદી રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. અત્યારે જે લોકો ગરમીથી પરેશાન હોવાની બુમો પાડે છે એમના માટે તો આ સમાચાર ખુબ જ આઘાત જનક છે. કારણકે, આગામી સમયમાં ગુજરાતમાં ખતરનાક ગરમી પડી શકે છે. જાણો ગુજરાતમાં ગરમી અંગે હવામાન વિભાગે આગાહી…

હવામાન વિભાગે કહ્યું છે કે, ગુજરાતની પબ્લિકે હજુ વધારે ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના લોકોએ આગામી દિવસોમાં વધુ ગરમીનો સામનો કરવાનો વારો આવશે. હવામાન વિભાગે વેધર ફોરકાસ્ટના આધારે ગરમી અંગે મહત્ત્વનું અલર્ટ પણ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આગામી 5 મેથી ગુજરાતમાં ખતરનાક ગરમી પડી શકે છે. એટલેકે, અત્યારે જે સ્થિતિ છે એના કરતા પણ ત્રણથી ચાર ડિગ્રી ગરમીમાં વધારે થઈ શકે છે. તેથી આવી કાળઝાળ ગરમીમાં શક્ય હોય તો ઘરથી બહાર ન નીકળવું.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસએ જણાવ્યુંકે, રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી યેલો અલર્ટ અપવામાં આવ્યું છે. 5 મે થી કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ અને, ભાવનગરમાં રહેશે હિટવેવની આગાહી. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ગરમી રેકોર્ડ તોડી શકે છે. ખાસ કરીને 7 મી મે ના મતદાનના દિવસે તો સુરજદાદ જમીન પર અગનગોળા વરસાવી શકે છે. એમાંય આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં હોટ અને હ્યુમિડ વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

આ સમાચારને શેર કરો