વાંકાનેર: દલડીમાં ઝેરી દવા પી જતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા રવિભાઈ બાબુભાઇ સોલંકી ઉ.વ.24 નામના યુવાને ગતતા.6ના રોજ ગામની સીમમાં આવેલ ખેતરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી બાદમાં આ યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો.જ્યાં તેનું ગતતા.12ના રોજ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગેના પેપર આજે અમદાવાદમાંથી આવતા વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •