Placeholder canvas

વાંકાનેર: પોલીસને ન દેખાતા દેશી દારૂના અડ્ડા પર જીજ્ઞાશાબેન મેરે કરી જનતા રેડ..!!

વાંકાનેર : વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી દેશી વિદેશી દારુ અને વરલી મટકાની ખુલ્લેઆમ દુકાનો ધમધમી રહી છે. જેમની સામે વાંકાનેર શહેર પોલીસ સાવ નિષ્ક્રિય હોય તેવું લોકોને લાગે છે. અવારનવાર દારૂ પીને ફટકા બનેલ લોકો જાહેરમાં તમાસો કરતાં પ્રજાજનો જોઈ રહ્યા છે પરંતુ પોલીસ એ નથી દેખાતું અને ચોપડે સબ સલામતના મશહુર ગાણા વગાડી રહી છે….!

વાંકાનેરના સામાજિક મહિલા અગ્રણી જીજ્ઞાશાબેન મેરને દેશી દારૂના દૂષણ અંગે અવારનવાર મહિલાઓ દ્વારા રજૂઆતો મળતી જેના સંદર્ભે મહિલા અગ્રણી જીજ્ઞાબેન મેર દ્વારા પોલીસ તંત્રને દારૂના દૂષણમાંથી મુક્તિ અપાવવા મૌખિક રજૂઆતો કરેલ પરંતુ પોલીસ દ્વારા કોઇ પગલાં લેવામાં આવતાં આજે વાંકાનેરની પ્રજાની શાંતિ અને સલામતી માટે મહિલા અગ્રણી જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર શહેરમાં કુંભારપરા ખાતે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડી મોરબી જિલ્લા પોલીસ વડાને આ બાબતની જાણ કરવામાં આવી હતી.

જેથી વાંકાનેર સીટી પોલીસ મથકના સ્ટાફને પગ નિચે રેલો આવેલ. શું વાંકાનેર શહેર પોલીસની ફરજ નથી કે આવા ખુલ્લેઆમ ચાલતા અડ્ડા બંધ કરાવે? જ્યારે એક મહિલા અગ્રણી દ્વારા આવું હિંમતભર્યું પ્રજા માટે કામ કરવામાં આવ્યું ત્યારે વાંકાનેરના અન્ય અગ્રણીઓ કયારે આવા પ્રજાના કામો માટે આગળ આવશે તેવું વાંકાનેરની જનતા કહિ રહી છે.

આ બાબતે જીજ્ઞાશાબેન મેર દ્વારા જણાવવામાં આવેલ છે કે દેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરે તેમણે જણાવેલ કે વાંકાનેર શહેર પોલીસને દારૂનું વેચાણ કરવા માટે દર મહિને ૨૫ હજારનો હપ્તો આપવામાં આવે છે. જો મોરબી જિલ્લા પોલીસ વડા તે બાબતની ખરાઇ કરે તો વાંકાનેર શહેરમાં ધમધમતા દેશી દારૂના વેચાણમાં ક્યાં પોલીસ કર્મચારીની મહેરબાની છે તે જાહેર થશે. આ જાહેર કરવામાં માત્ર જરુર છે ઉચ્ચ અધિકારીની ઇચ્છાશક્તિની.

જુઓ વિડિયો

મહિલા અગ્રણી જીજ્ઞાશાબેન મેરે કરેલી આ જનતા રેડ થી વાંકાનેર શહેર પોલીસ શરમ જનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. અને હપ્તા ખોરીનિ પોલ ખુલ્લી પડી ગઇ છે. હવે જોવાનું એ રહે છે કે હવે વાંકાનેર શહેર પોલીસ આવા અન્ય સ્થળોએ ચાલતા દારૂના હાટડા બંધ કરાવે છે કે પછી તેમની એ જ કાર્ય પ્રણાલી ચાલુ રાખે છે.

આ સમાચારને શેર કરો