Placeholder canvas

વાંકાનેર તાલુકામાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાની સહાય આપવા માંગ

ઓગસ્ટ માસમાં થયેલ ભારે વરસાદને પગલે ખેતીના પાકોને નુકશાન થયું હોય જેથી ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે ધારાસભ્યએ કલેકટરને પત્ર લખ્યો છે. વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ માસમાં ભારે વરસાદ થયેલ છે જેથી વાંકાનેર તાલુકામાં ખેતીના પાકોને ભારે નુકશાન થયેલ છે અને પાક નિષ્ફળ જવા પામેલ છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકશાની થયેલ હોય જેની ભરપાઈ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક સહાય ચુકવવા કાર્યવાહી કરવી જરૂરી છે.

હાલમાં ખેતીવાડી ખાતા દ્વારા ગામવાઈઝ સર્વે કામગીરી ચાલે છે પરંતુ ખેતરોમાં કે વાડીઓમાં વધુ પાણી ભરાઈ જવાથી ફિલ્ડ વર્ક થઇ સકે તેમ નથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ હોય તો સર્વે કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી જે પાક ઉભો છે તેમાં પણ ઉત્પાદન મળવાની શક્યતા નહીવત છે જેથી સમગ્ર વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિ જાહેર કરી નિયમોનુસાર સહાય ચુકવવા માંગ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો