Placeholder canvas

વાંકાનેર: ભેરડા ગામના બોર્ડ પાસે દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

By શાહરૂખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર ના ભેરડા ગામના બોર્ડ પાસેથી શંકાસ્પદ બાઇક લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી 100લિટર દેશી દારૂ મળી આવ્યો હતો.

જેમની પાસેથી બે હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક એમ કુલ મળીને 32000ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે કિશન દેવાભાઈ મકવાણા (ઉં૨૪) અને સંજય ભીખાભાઈ મોરી (ઉં ૨૧) રહે બંન્ને મોરથળા વાળાની અટકાયત કરી હતી.

આ ગુનામાં વધુ બે શખ્સોના નામ ખુલ્યા હોય હરદેવભાઈ ચોથાભાઈ કોળી અને કેસાભાઈ સામજીભાઈ બાવળીયા રહે બંન્ને આરોપીઓ સામે ગુનો નોંધી બન્ને શોધવાની તપાસ ચાલુ છે.

આ સમાચારને શેર કરો