વાંકાનેર

વાંકાનેર: લુણસરીયા ગામે બાઈકમાં ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામના જાપા પાસેથી બાઈકમાં ઈંગ્લીશ દારૂ લઇ જતો એક ઈસમ ઝડપાયો છે. પોલીસે બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે લુણસરીયા ગામના ગેટ પાસેથી પસાર થતા બાઈકને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની 11બોટલ કીમત રૂ 3300નો દારૂ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ અને બાઈક સહીત રૂ 11.300 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી અશ્વિનભાઈ ઠાકરશીભાઈ ભાલાળા રહે છાસિયા તા. વિછીયાવાળાને સામે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો