Placeholder canvas

મોરબી જિલ્લાના 8 ડોક્ટરોની બદલી

વાંકાનેરના દલડી પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. એ એન ખોરજીયાની હળવદના સાપકડ પીએચસીમાં બદલી

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા પીએચસીના 8 મેડીકલ ઓફિસરો બદલી કરેલ છે.

મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લા મેડિકલ ઓફિસર ડો. કતીરાએ મોરબી જિલ્લામાંના આઠ ડૉકટરની બદલી કરેલ છે. જેમાં મોરબીના લાલપર પીએચસીના ડો.ઍસ.પી.વાંસદડીયાની મોરબીના બગથળા પીએચસીમાં, મોરબીના બગથળા પીએચસીના ડો. આર.એન. કોટડીયાની મોરબીના લાલપર સીએચસીમાં, મોરબીના ખરડા પીએચસીમાંથી ડૉ.ડી.જી.બાવરવાની માળીયા ખાતે, માળીયા થી ડોક્ટર આર યુ રોજાસરા હળવદના મયુરનગર પીએસસીમાં, હળવદના રમણપુર પીએચસીમાંથી ડૉ.એન.એલ.સબાપરાની મોરબીના ખરેડા પીએચસીમાં, હળવદના સાપકડા પીએસસીમાંથી ડો બી.બી. ભટ્ટીની હળવદના ટીકર પીએચસીમા, હળવદના મયુરનગર પીએચસીમાંથી જે.આર. પંચાસરાની મોરબીના ઘુંટું પીએસસીમાં, વાંકાનેરના દલડી પીએચસીમાંથી ડૉ. એ.એન.ખોરજીયાની હળવદના સાપકડા પીએચસીમાં બદલી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના જે 8 ડૉક્ટરની બદલી થઇ છે તેમાંથી ડૉ.એન. એલ સબાપરાનિ સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે, બાકીના તમામ સાતે સાત ડોક્ટરની વહિવટી સરળતા ખાતર બદલી કરવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો