Placeholder canvas

ટંકારાના કલ્યાણપર ગામે અનોખી ગરબી યોજી

બહારના પ્રાંતથી આવતા ખેત મજુરોના પરીવારએ એની આગવી શૌલિમા રાશ રજુ કર્યા, આદિવાસી મહિલા અને પુરૂષો એ ધુમ મચાવી આખુ ગામ નવિનતય રાસ ગરબા જોવા ઉમટી પડ્યુ.

By Jayesh Bhatasaniya સામાન્ય રીતે નવલા નોરતા મા ગામો ગામ ચોરા વચ્ચે માં દુર્ગા ની આરાધના કરવા ગરબી મંડળો દ્વારા મંડપો નાખી રાસ ગરબા રમી ને શક્તિ ની આરાધના કરે છે અને નવ દિવસ છોરૂડા કાલા ધેલી ભાષા મા ગુણગાન ગાઈ છે

પરંતુ ટંકારા ના કલ્યાણપર ગામે છેલ્લા નોરતે ગામ ની ખેતી માટે આવેલા મજુરો ને પોતાના ગણી ગામે ચાચરના ચોક મા રાસ ની રમઝટ કરવા આંમત્રિત કર્યા હતા અને આદીવાસી પરિવારો રીતસર ના મનમુકી રાસ ગરબા લિધા હતા જેને જોવા આખુ ગામ ઉમટી પડ્યુ હતુ.

કલ્યાણપર ના સરપંચ દિનેશભાઈ વાધરિયા એ જોયુ કે મજુરો રાત્રે ગરબી જોવા માટે રોજ આવે છે તો છેલ્લા નોરતે એ રમે ને આપણે જોઈ તો કેમ નો પ્રસ્તાવ ગામ વચ્ચે રાખ્યો હતો જેમા ગામે હાથોહાથ ઝીલી ભારે જમાવટ કરી હતી અને સમાજમા નવો ચિલો ચિતર્યો હતો.

વિડિયો જોવા નીચેની લિંક કલિક કરો…

https://m.facebook.com/story.php?story_fbid=776049179501775&id=319052715201426

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો