Placeholder canvas

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવી ખિલખિલાટનું લોકાર્પણ કરવામાં આવ્યું

વાંકાનેર: આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવી ખિલખિલાટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે રીતે ૧૦૮ મોરબી જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત રહે છે અને નિઃશુલ્ક ભાવે સેવા કરી રહી છે. તેજ રીતે ખિલખિલાટ પણ મોરબી જિલ્લામાં સગર્ભા મહિલાઓને ચેકઅપ માટે ઘરે થી સરકારી હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘરે લઈ જવાનું કામ કરી રહી છે. જેમાં માતા અને બાળક ને પણ ચેક અપ માટે ફ્રી માં લઇ જઇએ છીએ.તેમજ ડિલિવરી થયા બાદ તેમણે સુરક્ષિત રીતે માટે અને બાળક ને ઘરે સુધી મૂકી જવાનું કામ કરી રહી છે.

આ રીતે ખિલખિલાટ માતા અને બાળકને સારી રીતે અને સાચવીને લઇ જાય મૂકી જાય છે. ફેબ્રઆરી મહિના માં આશરે ૨૦૦૦ જેટલા મહિલા લાભાર્થીએ ખિલખિલાટ નો લાભ લીધેલ છે.

મોરબી જિલ્લા માં અલગ અલગ સ્થળ જેવા કે મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા, જેતપાર મચ્છુ, હળવદ આમ ટોટલ ૭ જેટલી ખિલખિલાટ કાર્યરત છે. જેમાં વધુ એક ખિલખિલાટ વાંકાનેર તાલુકામા વધારવામાં આવી છે. જેનું લોકાર્પણ વાંકાનેર સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડો ફાલ્ગુની ત્રિવેદીએ કર્યું છે. જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડોક્ટર હરપાલસિંહ અને ઓર્થો સર્જન ડોક્ટર જીગ્નેશ દેલવાડિયા તેમજ વાંકાનેર સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ; 108 સ્ટાફ તેમજ ખિલખિલાટ સ્ટાફ આ દરમિયાન હાજર રહયો હતો.

આ સમાચારને શેર કરો