Placeholder canvas

આમ જનતાનો ખૂબ ખૂબ આભાર -ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસિયા

હું ઝહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસિયા જિલ્લા પંચાયતની રાતીદેવરી બેઠક ઉપરથી આપ સૌના પ્રેમ, સહકાર અને મહેનતથી વિજેતા જાહેર થયો છું. જે આપણા સૌ માટે ખુશી અને ગૌરવની વાત છે. ખરેખર આ ચૂંટણી હું નથી લડીયો પણ મારા મત વિસ્તારના તમામ લોકો લડીયા છે. આ જીત પણ મતદારોની છે, લોકોની છે. આ ગૌરવ ભર્યો જંગ જીતવા મેદાને પડેલા તમામ લોકો, મતદારો, કાર્યકરો, સ્નેહી મિત્રો, તથા જાણે,અજાણે, દેખીતી રીતે, છુપી રીતે, નામી, અનામી સૌનો હું મારા પરિવાર વતી, ભાજપ પાર્ટી વતી દિલથી આભાર વ્યક્ત કરું છું.

ખૂબ જ આનંદની આ ઘડી છે, આપણે વિજય થયા છીએ, હવે આપણી ફરજ પણ ખૂબ વધી ગઈ છે. આવનારા સમયમાં આપણે સાથે મળી વિકાસના કામો કરવાના છે. કામની બાબતમાં હું સતત આપ સૌની વચ્ચે, સૌની સાથે છું. વિજયની આ શરૂઆત છે, હજુ આપણી સામે ખૂબ પડકાર છે, જેને આપણે પાર પાડવાના છે. આ ગૌરવભરી ઘડી આપ સૌને ખૂબ ખૂબ મુબારક, સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ.. આ વિજય આપણા સૌનો સહિયારો વિજય છે, આવો સૌ ખુશી મનાવીએ, લોકોની જીતને વધાવીએ..
લી. આપનો…
-ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસિયા

આ સમાચારને શેર કરો