Placeholder canvas

વાંકાનેર: દારૂના ગુનામાં 7વર્ષથી નાસતા ફરતો આરોપી ઝડપાયો 

મોરબી: તાજેતરમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી કોઈપણ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત મોરબીની પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી.એ છેલ્લા 7 વર્ષથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી વાંકાનેર પોલીસને હવાલે કરેલ છે.

પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઇ રસિકભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે છેલ્લા 7 વર્ષથી વાંકાનેરના વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી આસુભાઈ ચોખાજી (ઉમંર વર્ષ 42) રહે. ખાપરોલ, તાલુકો ધાનેરા, જીલ્લો બનાસકાંઠા, મૂળ રહેવાસી દાતા, તાલુકો સાંચોર, જિલ્લા જાલોર રાજસ્થાન વાળાને રાજસ્થાનના દાતા ગામેથી ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસને હવાલે કરેલ છે.

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજા, એન.બી. ડાભી (પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી મોરબી) તથા પેરોલ ફર્લો સ્ક્વોડના એલસીબીના એએસઆઇ રસિકભાઈ ચાવડા, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશિકભાઇ મારવાણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, ધીરુભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઈ કાંજીયા, હરેશભાઈ સરવૈયા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

આ સમાચારને શેર કરો