Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 4ના તમામ મતદારો, આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોનો જાહેર આભાર -ઝાકિરભાઈ બ્લોચ

(Advt) વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં 4ના તમામ મતદારો, આગેવાનો, ટેકેદારો, કાર્યકરો અને શુભેચ્છકો જેવો અમને પ્રચાર કાર્યમાં અને ખાસ કરીને ચૂંટણીના દિવસે ખૂબ મદદરૂપ થયા છે. આ તમામ અમારા શુભચિંતકો, સાથીઓ તેઓએ પોતાના લેવલનું કામકાજ સાંભળી લીધું હતું. તમામ મિત્રો સાથીઓએ એટલો જ પ્રેમ અને સહકાર આપ્યો છે જે સદાઈ દિલમાં રહેશે, જેઓને કયારેક ભૂલી ન શકાય.

આ તમામ સાથીઓ મિત્રોનો આભાર માટેના દરેક શબ્દો ટુકા પડે છે, ત્યારે એટલું જરૂર કહીશ મતદારોએ ચુકાદો ઈવીએમમાં આપી દીધો છે. પરિણામ જે આવે તે પણ અમે હંમેશા આપ બધાની સાથે રહેશું અને આપના માટે હંમેશા અમારા દ્રાર ખુલા રહેશે અને અમારાથી બનશે તેવા તમામ આપના, આવિસ્તારના કામોમાં સાથે જ નહીં પણ આગળ હશુ. એટલી ખાતરી રાખજો, તમામ મિત્રો સાથીઓ શુભેચ્છકોનો દિલથી જાહેર આભાર…

આ સાથે જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી ચૂંટણી પૂરી થઇ ત્યાં સુધી તમામ વહીવટી કર્મચારી પોલીસ સ્ટાફ અને ચૂંટણીના બુથ પરના સ્ટાફે પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને શાંતિમય ચૂંટણી થાય તે માટેની ફરજ નિભાવી છે તે અભિનંદનને પાત્ર છે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

તમામનો ખુબ ખુબ આભાર,

લી.આપનો…..
-ઝાકિરભાઈ બ્લોચ
લક્ષ્મીપરા, વાંકાનેર.

આ સમાચારને શેર કરો