Placeholder canvas

આજે ગુજરાતની 6 મહાનગરપાલિકાનું પરિણામ: મતગણતરી શરૂ

ગુજરાત: 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ આવશે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં મતગણરી શરૂ થશે. અમદાવાદમાં એલડી એન્જિનરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી શરૂ થશે. સુરતમાં ગાંધીજી એન્જિનિયરિંગ અને SVNIT ખાતે હાથ ધરાશે. ભાવનગરમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરાશે. રાજકોટમાં 6 સ્થળોએ મતગણતરી કરવામાં આવશે. વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. 6 મનપાની 575 બેઠકોની મતગણતરી હાથ ધરાશે. ગુજરાતની 6 મહાનગરપાલિકાના કુલ 2276 ઉમેદવારોના ભાવિનો ફેસલો થોડીવારમાં થઈ જશે. 

અમદાવાદમાં મતગણતરી સ્થળે લોખંડી બંદોબસ્ત 
આજે અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની 191 બેઠકો માટે 773 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં આવી જશે. નારણપુરાની મહિલા બેઠક ભાજપ બિનહરીફ વિજયી થઈ  ચૂક્યું છે. ત્યારે બાકીની બેઠકો માટે ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી સેન્ટર બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. મતગણતરી કેન્દ્રની 100 મીટર દૂરથી જ પ્રવેશબંધી ફરમાવાઈ છે. 

આ સમાચારને શેર કરો