Placeholder canvas

પંચાસીયામાં ઐતિહાસિક મિટિંગ: ભાજપના બંને ઉમેદવારને વિજય બનાવવાનો મતદારોમાં ભારે ઉત્સાહ

વાંકાનેર પંચાસીયા તાલુકા પંચાયત ના ઉમેદવાર જાસ્મિનબેન બ્લોચ અને રાતીદેવડી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહીરઅબ્બાસ શેરસીયાના પંચાસીયામાં ચૂંટણી કાર્યાલય મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા, રાતીદેવળી જિલ્લા પંચાયતના ભાજપના ઇન્ચાર્જ હિરેન પારેખ, રાતીદેવડી ના પૂર્વ સરપંચ મહાવીરસિંહ ઝાલા, ભાજપના મહામંત્રી અને કોઠારીયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલા, મહિકા ગામના સરપંચ ઈસ્માઈલભાઈ બાદી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા અને બીજા ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો ઉત્સાહભેર હાજરી આપી હતી.

આ મિટિંગમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે મોરબી જિલ્લા પંચાયતના એકચક્રી શાસન અને ભ્રષ્ટાચાર વિશેની વાત કરી હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં હતો કોંગ્રેસને સારી રીતે ઓળખી ચૂક્યો છું અને મારે મારા વિસ્તારના વિકાસના તેમજ વિસ્તારના લોકોના કામ કરવા માટે કોંગ્રેસ છોડવી પડી છે. અહીં પણ એવી જ હાલત છે. આગામી 28 તારીખે તમારે તમારો પ્રતિનિધિ કેવો શોધવો એ તમારા હાથમાં છે. જોઈ વિચારીને મતદાન કરજો અને તમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર અનેક તાલુકા પંચાયતના ઉમેદવાર એ જે તે સંસ્થાના શ્રેષ્ઠ ઉમેદવારોમાં ના એક છે. હવે તમારા વિસ્તાર ને કઈ દિશામાં લઈ જાઓ છો એ તમારા હાથમાં છે.

આ મિટિંગમાં કેસરીદેવસિંહજી, યુસુફભાઈ શેરસીયા, કિશોરસિંહ ઝાલા, હિરેન પારેખ, અને ભાજપના આગેવાનોએ પણ ઉદબોધન કર્યું હતું અને ભાજપના બંને ઉમેદવારને જંગી લીડથી વિજય બનાવવાની અપીલ કરી હતી. જેમને આ ઐતિહાસિક સફળ મિટિંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ વધાવી લીધી હતી.

આ મીટીંગ પરથી એવું લાગે છે કે શિક્ષણમાં અગ્રેસર એવા પંચાસીયા ગામના મતદારોએ ભાજપના તાલુકા અને જિલ્લા પંચાયતના બને મજબુત ઉમેદવારોને સન્માનજનક વિજય અપાવવા માટે નું મન બનાવી લીધું છે. મતદારોમાં ભારે ઉત્સાહ છે અને બસ હવે તો બતાવી દેવું છે ના નિર્ધાર સાથે અહીં ઉમેદવારો નહીં પણ મતદારો પોતે જ ચૂંટણી લડી રહ્યા હોય એવું વાતાવરણ સ્વંયભૂ ઊભું થયું છે.

આ સમાચારને શેર કરો