Placeholder canvas

વાંકાનેર: કોંગ્રેસની વધુ એક વિકેટ ખળી: રાજુભાઈ માલકિયાનું કોંગ્રેસને ટાટા બાય બાય…

વાંકાનેર તાલુકાના રાજકારણમાં કોંગ્રેસની વિકેટો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ! તાજેતરમાં જ લુણસર ગામના કોંગ્રેસ અગ્રણીઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે તો ગઈકાલે ચંદ્રપુર જિલ્લા પંચાયતના સદસ્ય રાજુભાઈ માલકીયાએ પણ ગઈ કાલે કોંગ્રેસને ટાટા બાય બાય કરી દીધું છે.

ગઈકાલે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જેન્તીભાઈ કાવડિયાની હાજરીમાં ગત ઇલેક્શનમાં જિલ્લા પંચાયતની ચંદ્રપુર સીટ ઉપરથી કોંગ્રેસમાં ચૂંટાયેલા રાજુભાઈ માલકીયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે અને કોંગ્રેસને ટાટા બાય બાય કરી દીધું છે.

રાજુભાઈ માલકીયા ભાજપમાં જવાથી આ વિસ્તારમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે ત્યારે લુણસર વિસ્તારમાંથી પણ કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને સ્વ. જીતુભાઈ દવેનો પરિવાર પણ ભાજપમાં જોડાવાથી એ વિસ્તારમાં પણ કોંગ્રેસને ફટકો પડશે આ આગેવાનો કોંગ્રેસને છોડી દેતા એ વિસ્તારમાં ચૂંટણીના પરિણામો પર અસર પડશે..

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો