Placeholder canvas

ધો.૧૨ સામાન્ય પ્રવાહ (રિપીટરો)નું માત્ર ૨૭.૮૩ ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા થોડા સમય અગાઉ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપીટરોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ માત્ર ૧૭ ટકા જેટલું રહ્યું હતું. આજે બોર્ડે સામાન્ય પ્રવાહના ધો.૧૨ના રિપીટરોનું પરિણામ જાહેર કર્યું છે અને તે ૨૭.૮૩ ટકા આવ્યું છે.

બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આ પરીક્ષામાં કુલ ૧,૩૦,૩૮૮ વિધાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૧,૧૪,૧૯૩એ પરીક્ષા આપી હતી અને ૩૧,૭૮૫ વિધાર્થીઓ પાસ થતા ૨૭.૮૩ ટકા પરિણામ આવ્યું છે.

પ્રવાહ પ્રમાણે પરિણામ જોઈએ તો સામાન્ય પ્રવાહનું વિધાર્થીઓનું ૨૪.૩૧, વ્યવસાયલક્ષી પ્રવાહનું ૪૨.૧૬ અને ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહનું ૩૫.૯૮ ટકા પરિણામ આવ્યું છે.

વિધાર્થિનીઓના પરિણામ પર નજર નાખીએ તો સામાન્ય પ્રવાહનું ૩૫.૪૫, વ્યવસાયલક્ષી પ્રવાહનું ૫૦ અને ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહનું ૪૩.૯૬ ટકા પરિણામ આવ્યું છે. આમ, નબળા પરિણામમાં પણ વિધાર્થીઓ કરતાં વિધાર્થિનીઓનો દેખાવ પ્રમાણમાં સારો રહ્યો છે.

ડિફ્રન્સીયલી એબલ્ડ ઉમેદવારોને ૨૦ ટકા પાસીંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે અને તે મુજબ ૧૧૩ વિધાર્થીઓ પાસ થયા છે.

આ સમાચારને શેર કરો