Placeholder canvas

રાજકોટ:નાણાવટી ચોકમાં 51 વર્ષના ઢગાએ 15 વર્ષની બાળા સાથે કર્યા અડપલા

ઢોસાનું ખીરૂ લેવા આરોપીની દુકાને ગઈ હતી: ‘તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી’ કહી ઢગાએ દૂકાનની લાઇટ અને સીસીટીવી કેમેરા બંધ કરી દઇ અડપલા કર્યા

રાજકોટ: શહેરમાં નાણાવટી ચોક પાસે પ્રોવિઝન સ્ટોરની દુકાન ધરાવનાર ૫૧ વર્ષના ઢગાએ દૂકાને ઢોસાનું ખીરૂ લેવા આવેલી ૧૫ વર્ષની બાળાને ‘તું કેમ રેગ્યુલર આવતી નથી’ કહી દૂકાનની લાઇટ-સીસીટીવી કેમેરા બંધ કરી દઇ આ બાળા સાથે અડપલા કર્યા હતા.આ નરાધમે આટલેથી ન અટકતા કિસ કરવાની માંગણી કરી છેડતી કરતાં યુનિવર્સિટી પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.નરાધમને તાકીદે ઝડપી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ ધૃણાસ્પદ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ભોગ બનનાર ૧૫ વર્ષની બાળાના માતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાણાવટી ચોક પાસે સદ્દગુરૂ કોમ્પલેક્ષમાં પટેલ પ્રોવિઝન સ્ટોર (સેલ પોઇન્ટ) નામે દૂકાન ચલાવતાં ૫૧ વર્ષના રિપલ મગનલાલ શોભાસણાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ,ફરિયાદીની ૧૫ વર્ષની દિકરી રવિવારે બપોરે રિપલ શોભાસણાની દૂકાને ઢોસાનું ખીરૂ લેવા ગઇ હતી. તે પાછી આવી ત્યારે સુનમુન થઇ ગઇ હતી. મહેમાન આવ્યા હોઇ વધુ ખીરાની જરૂર પડતાં તેને ફરીથી ખીરૂ લઇ આવવાનું કહેતાં તેણીએ એવું કહયું હતું કે હવે હું ત્યાં નહિ જાઉ, એ દૂકાનવાળા સારા નથી.

આથી ઘરના બીજા સભ્યને ખીરૂ લેવા મોકલ્યા હતાં. એ પછી દિકરી સુઇ ગઇ હતી. સાંજે પાંચેક વાગ્યે તે જાગી એ પછી પણ તે સુનમુન જણાતી હોઇ તેને ફોસલાવીને શું થયું? તેમ પુછતાં તેણીએ કહ્યું હતું કે,સદ્દગુરૂ કોમ્પલેક્ષમાં સેલ પોઇન્ટ-પટેલ પ્રોવિઝન સ્ટોરવાળી દૂકાને હું ખીરૂ લેવા ગઇ ત્યારે દૂકાનદાર રીપલભાઇએ ‘તું અહિ રેગ્યુલર બેસવા કેમ નથી આવતી?’ તેમ કહેતાં મેં તેને કહેલું કહે ‘અંકલ મારી પાસે ટાઇમ ન હોય’. એ પછી તેણે દૂકાનની લાઇટ બંધ કરી દીધી હતી અને સીસીટીવી કેમેરા પણ બંધ કરી દઇ મને બાથ ભરી લઇ અડપલા કરી કિસ કરવાની માંગણી કરતાં હું ગભરાઇ ગઇ હતી અને દોડીને ઘરે આવી ગઇ હતી.આ વાત સાંભળી ફરિયાદીએ તેના પતિને જાણ કરી હતી. એ પછી તેઓ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે આરોપી સામે આઇપીસી ૩૫૪ (ક) તથા પોકસોની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર તથા ટીમે તપાસ હાથ ધરી બાળા સાથે અડપલાં કરનાર દૂકાનદાર ઢગા રીપલને ઝડપી લીધો હતો. બાળા પર નજર બગાડનાર નરાધમ રિપલ પોતે પણ દિકરીનો પિતા છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો