રાજકોટ: આશરે 21 લાખનો દારૂ ભરેલો ટ્રક પકકડી પાડતી પોલીસ

રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બામણબોર GIDC પાસેથી 21 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે બામણબોર જીઆઇડીસી પાસે ડોહલીઘુંના ગામ જવાના રસ્તા પર બામણબોર પ્રાથમિક શાળા પાસેથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી હરીશ ચૌહાણ કે જે રાજસ્થાનના જોધપુર જિલ્લાના ડાંગરિયા ગામનો રહેવાસી છે.

પોલિસે આરોપી હરીશ સહિત સ્પેશિયલ વ્હિસ્કી પેટી નંગ 448 (બોટલ-5376) કિંમત 21,50,400, બંધ બોડીનું ટાટા કંપીનનું આયસર કિંમત 15,00,000 અને એક મોબાઇલ કિંમત 5000 મળી કુલ 36,500,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •