વાંકાનેર શહેર અને તાલુકામાં રાત્રે એક થી દોઢ ઈંચ વરસાદ પડ્યો

વાંકાનેર ગઇકાલે આખો દિવસ બફારો રહ્યો અને કયારેક કયારેક છાંટા પડી જતા હતા પરંતુ સાંજના સમયે વરસાદનું મંડાણ થયું હતું.

વાંકાનેર શહેર અને તાલુકામાં સાંજના 7:30 ની આસપાસ વરસાદ શરૂ થયો હતો લગભગ ગામડાઓમાંથી પણ આ સમયે વરસાદ શરૂ થયાની માહિતી મળી છે. જોકે શહેર અને તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે અવરેજ જોઇએ તો એકથી દોઢ ઇંચ વરસાદ પડયો હોવાની માહિતી મળી છે. ગત રાત્રે પડેલા વરસાદમાં પવન વધુ ન હોવાથી શહેરમાં કે તાલુકામાં ક્યાંય નુકશાની થઇ હોવાના સમાચાર મળેલ નથી.

આ વર્ષે ચોમાસુ લગભગ દશ દિવસ વહેલુ હોવાથી ખેતીના પાકોમાં ખૂબ નુકસાન થયેલ છે, ઘણી બધી જગ્યાએ હજુ ખેતરોમાં પાક ઊભા છે અથવા તો નકરા કરવાના બાકી છે. વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં તાલીનું મોટાપાયે વાવેતર થયું હતું અમને મળેલી માહિતી મુજબ અત્યારે આશરે ૪૦૦ વિઘાની તલી આ વરસાદમાં પલળી ગઇ છે. આમ પંચાસીયા ગામના ખેડૂતોને મોટી નુકસાની આવી છે.

આ સમાચારને શેર કરો
  • 182
  •  
  •  
  •  
  •  
  •  
    182
    Shares