Placeholder canvas

વરસાદ: વાંકાનેર શહેરમાં ઝરમર, પૂર્વના ગામડામાં ધોધમાર…

વાંકાનેર: આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના મંડાણ થયા હતા અને વાંકનેરથી પૂર્વ ગામડાઓમા ધોધમાર વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે. જોકે વાંકાનેર શહેરમાં ઝરમર ઝરમર વરસાદ પડયો છે.

વાંકાનેર તાલુકાના મેસરીયા સમઢીયાળા ગારિડા મહીકા જોધપર કાનપર વગેરે ગામોમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે. જ્યારે મેસરીયા સમઢીયાળા કાનપર બે થી અઢી ઇંચ વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે. આ ઉપરાંત પંચાસીયા વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે.

આજનો વરસાદ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી વ્યાપી ગઈ છે અને જ્યાં વરસાદ નથી ત્યાં તેઓને પણ હવે વરસાદ થવાની આશા બંધાણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ખેતીમાં વરસાદની ખાસ જરૂરીયાત છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો