અમદાવાદ: કોઈની પત્નીને પ્રેમ કરવાનો કરુણ અંજામ

પ્રેમીનું મોત, પતિ જેલમાં અને પત્ની ઘરે..!

અમદાવાદ : પ્રેમપ્રકરણમાં બોપલમાં રહેતા યુવકની ગઇકાલે વહેલી સવારે ઢોર માર મારેલી હાલતમાં લાશ મળી હતી. સરસપુરમાં રહેતા માથાભારે શખ્સ અલ્પેશ ઉર્ફે ટોની પટેલે તેની પત્નીનાં પ્રેમીને એટલે મૃતક યુવક મયંક ગોસ્વામીને કારમાં ઉઠાવી જઈ ઢોર માર મારી હોસ્પિટલનાં ગેટ પાસે ફેંકી દીધો હતો. તેને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.

આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે બોપલનાં સ્ટર્લિંગ સિટીમાં રહેતા મયંકગીરી નામનાં યુવકનાં વોટ્સએપ મેસેજ સરસપુરમાં રહેતા અલ્પેશ પટેલ નામના યુવકે તેની પત્નીના ફોનમાં જોયા હતા. જેથી અલ્પેશે ઉત્તરાયણની રાત્રે મયંકગીરીને ફોન કરી સ્ટર્લિંગ સિટીથી દોઢ કિલોમીટર દૂર બોલાવ્યો હતો. જ્યાં અલ્પેશ પટેલ તેના 3 સાગરિતોને લઇને આવ્યો હતો. આ લોકોએ સાથે મળીને મયંકગીરીને હાથ-પગ અને માથાના ભાગે લાકડીઓથી માર માર્યો હતો. ત્યારબાદ અલ્પેશ તેને કારમાં બેસાડી સ્ટર્લિંગ સિટીના ગેટ પાસે રાત્રે ફેંકી દીધો હતો. બુધવારે સવારે મયંકગીરીની લાશ મળી હતી. આ મામલે મૃતક યુવક મયંકગીરીના પિતાએ અલ્પેશ પટેલ સહિત ચાર સાગરિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

મંગળવારે રાત્રે મયંકગીરી ઈજાગ્રસ્ત હાલતમાં દોડતો દોડતો સ્ટર્લિંગ સિટી તરફ આવ્યો હતો. આ દરમિયાન એક સિક્યુરિટી ગાર્ડે તેને જોયો પણ હતો પરંતુ તેને મયંક દારૂ પીધેલો હોવાનું માન્યું હતું. પરંતુ સવારે તેની લાશ દેખાતા પોલીસને જાણ કરી હતી.

આ સમાચારને શેર કરો
  • 7
  •  
  •  
  •  
  •  
  •  
    7
    Shares