રહેજો તૈયાર: રાજ્યમાં બે દિવસ રહેશે ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પછી ઠંડી વધી.

સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરનાં કારણે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યનાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજ પ્રમાણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ એટલે કે બે-ત્રણ દિવસ બાદ ઠંડી ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રવિવાર સુધી રાજ્યનું લઘુત્તમ તાપમાન 6-10 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અહીં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે.

આ સમાચારને શેર કરો