Placeholder canvas

વાંકાનેર: પંચાસીયામાં પોલીસના ડંડાએ ગામને લોક્ડાઉન કરી દીધું…

લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે…!

વાંકાનેર: પંચાસિયા ગામમાં લોકડાઉનની ગંભીરતા ના લેતા ના છૂટકે પોલીસને પંચાસિયામા 144 કલમ ને આધીન પેટ્રોલિંગ ની ફરજ પાડવી પડી

ગામમાં લોકડાઉન ને જોઈએ એટલું સમર્થન ન મળતાં ગામમાં જ્યાં ત્યાં લોકો ટોળા વળીને બેઠાં હોય છે તેને ધ્યાન મા લઇ ને પોલીસ દ્રારા પંચાસિયા મા લોકડાઉન કરવા માટે પોલીસ આવી હતી ગામની અંદર જ્યાં ત્યાં લોકો ટોળા વળી ને બેઠા હતા ત્યાં પોલીસ દ્વારા દંડાવાળી કરતા લોકો નાસભાગ કરવા લાગ્યા હતા દુકાનોના શટર પાડી લોકો દુકાનો અંદર કે ઘર બાજુ જતા રહ્યા હતા પોલીસે આખા ગામમાં પેટ્રોલિંગ કર્યું હતું જેનાથી પંચાસીયા જનતા ઘરની અંદર જતી રહી હતી

દૂધ ની ડેરી એ દૂધ લેવા કે દૂધ ભરવા આવે તેવા લોકો પણ એક સાથે ટોળામા ના રહે એકાબીજ વચ્ચે અંતર રાખવા અપીલ કરી હતી

અને ગામ આખામાં પોલીસનું પેટ્રોલિંગ કરતા ગામલોકો ઘરની અંદર જતા રહ્યા હતા પોલીસ દ્વારા લોકોને લોકડાઉન ને સમર્થન આપવા અપીલ કરી હતી જેના ભાગરૂપે અત્યારે પંચાસીયા માં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે જે ખૂબ જ જરૂરી છે જોઈએ એ હવે લોકો પોતાની રીતે સમજે કે નહિ

રાતીદેવડી

વાંકાનેર તાલુકા રાતીદેવડી ગામ ખાતે પણ ગઈકાલે પોલીસ પેટ્રોલિંગમાં આવી હતી અને આજે પણ પોલીસ પેટ્રોલિંગમાં આવી હતી આ વાત વાયુ વેગે ફેલાતા કેટલાક લોકોએ દુકાનો બંધ કરી હતી અને કેટલાક લોકો એટલા તોડતા હતા તે ઘરે જતા રહ્યા હતા. નવા ગામની પશ્ચિમ દિશામાં એક ખેતરમાં ક્રિકેટ મેચ રમી રહેલા કેટલાક છોકરાઓ ને પણ જાણ થતાં તેવો મેચને પડતો મૂકીને ઘર ભેગા થઈ ગયા હતા…! આ ન સુધરવાની કસમ ખાનાર લોકો કયારેક સમગ્ર ગામ અને વિસ્તારને મુસીબતમાં મૂકી દેશે.. આવા લોકો સાથે પોલીસે કડક હાથે કામ કરવાની જરૂર છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો