Placeholder canvas

કોરોના : અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ, રાજ્યમાં આંકડો 82એ પહોંચ્યો

આજે ગુજરાતમાં કોરોના વાયરસનાં નવા 8 કેસ સામે આવ્યાં છે. જેથી રાજ્યમાં કુલ કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 82 થઇ છે. આમાંથી 6 લોકોનાં મોત નીપજ્યા છે. આજે સારા સમાચાર એ પણ છે કે, કોરોનાનાં પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાંથી ત્રણ દર્દીઓ 60 વર્ષની ઉપરનાં છે. જોકે, ચિંતાના સમાચાર એ છે કે આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં જ 8 કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 31 થતા અમદાવાદ રાજ્યનું કોરોના હોટસ્પોટ બની ગયું છે સાથે જ દેશના 16 કોરોના હોટસ્પોટ શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 82 થતા હવે રાજ્યમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ પત્રકારોને માહિતી આપી હતી કે રાજ્યમાં હાલમાં 18,000 કરતાં વધારે લોકો ક્વૉરન્ટી કરવામાં આવ્યા છે. રાજ્યમાં 4 લોકોના કેસ આંતરારાજ્યના છે જ્યારે વિદેશ પ્રવાસ અને સ્થાનિક ચેપનાં કેસ પણ છે. આજે અમદાવાદમાં 8 કેસ નવા નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં 31, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરતમાં 7, ભાવનગરમાં 5, પોરબંદર, મહેસાણા, કચ્ચ, અને ગીર સોમનાથમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 10 અજાણ્યા કેસો છે.

આ સમાચારને શેર કરો