Placeholder canvas

મોરબી ભક્તિનગર બાયપાસ પાસે ફાયરિંગમાં મમુ દીઢીનું મર્ડર, બેને ઇજા

જુના ઝઘડાના મનદુઃખમાં ત્રણ વ્યક્તિ ઉપર ફાયરિંગ કરાયુ: બે ને ઇજા, એકનું મોત.

મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ગત રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં મમુદાઢી સહિતના ત્રણ ઈસમો ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા આ હીંચકારા હુમલામાં એકનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નિપજ્યાનું અને બે વ્યક્તિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા હતા.

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અંધાધુધ ફાયરીંગ થતા મમુદાઢીની હત્યા થઈ છે.ભક્તિનગર સર્કલ પાસે બોલેરોમાં આવેલ શખ્સોએ ફાયરીંગ કર્યુ હતુ.હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઇ કાસમાણી (ઉ.વ. 52) જે ડ્રાઇવીંગ સીટ ઉપર હતો તેમને જડબાના ભાગે ગોળીઓ વાગતા મોત નિપજયુ હતુ.જયારે મૃતકની સાથે મહમદ હનીફ નકુમ (ઉમર ૫૦) ને પીઠના ભાગે ગોળીઓ લાગી હતી તેમજ અન્ય એકને પણ ઇજા થતા એકને સારવારમાં રાજકોટ લઇ જવાયા છે.

મોરબી શનાળા ગામની પાસે ભક્તિનગર સર્કલથી આગળ ગત રાત્રે નવેક વાગ્યે ફાયરીંગ બનાવને પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતી, તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ ખાટકીવાસમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. થોડા સમય પહેલા ખાટકીવાસમાં થયેલ ડખ્ખા અને એકના મર્ડરનો ખાર રાખીને ફાયરિંગ કરાયુ હોવાની ચર્ચા એકત્રીત થયેલા લોકોમાં સાંભળવા મળી રહી છે.જો કે ખરા કારણ અંગે પોલીસે તપાસ કરી રહી છે.

મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે મોરબીના હનીફભાઇ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમના સાગરીતો ઉપર કારમાં ઘસી આવેલા ઇસમોએ આડેધડ ફાઇરીંગ કરતા ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પીટલે લઇ જવાયા હતા.જયાં સારવાર મળે તે પહેલા જ હનીફભાઇ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો અને એક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવને પગલે જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી, એલસીબી-એસઓજીનો કાફલો તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે, સિવિલ હોસ્પીટલે તેમજ ખાટકીવાસમાં તાબડતોબ પહોંચી ગયો હતો. નોંધનીય છેકે થોડા સમય પહેલા ખાટકીવાસમાં સામસામી મારામારી અને ફાયરીંગની ઘટના બની હતી જેમાં તે સમયે બન્ને પક્ષે એક એક યુવાનના મોત થયા હતા.ત્યાર બાદ તે સમયે સામસામી ફરીયાદો નોંધાતા મૃતક મમુદાઢી સહિતનાઓની ધરપકડો કરવામાં આવી હતી તે ઝઘડાની વાતનો રોષ રાખીને આજની ફાયરિંગની ઘટના બની હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ હોય પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો