Placeholder canvas

અનુસૂચિત જાતિના દીકરા ધોડે ચઢ્યા તો 160થી વધુ પરિવારોને હિજરત કરવી પડી..!!

સુરેન્દ્રનગર : રાજ્યમાં એક તરફ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા આવી રહ્યાં છે તેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. બીજી બાજુ રાજ્યનાં અનુસૂચિત જાતિનાં આખેઆખા પરિવારો ગામ છોડીને હિજરત કરી રહ્યાં છે. સાબરકાંઠામાં 60થી વધુ પરિવાર તથા સુરેન્દ્રનગરમાં 100થી વધુ પરિવાર હિજરત કરી રહ્યાં છે.

સાબરકાંઠાનાં પ્રાંતિજના ઝાલાની મુવાડીમાં વરઘોડો કાઢવા બાબતે બબાલ થઇ હતી. જેમાં 60થી વધુ દલિતો ઘરને તાળા મારીને પ્રાંતિજ પોલીસ મથકે ધામા નાખ્યા છે. ગામનાં અન્ય સમાજના લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો હતો તેમજ ગામની દુકાનોમાંથી કરિયાણુ આપવાનું પણ બંધ કરી દીધું હતું. આ સાથે દલિતોની પાણીની ટાંકી ખાલી કરી પીવાનાં પાણીથી પણ વંચિત રાખવામાં આવ્યા હતાં.

સુરેન્દ્રનગરમાં 100થી વધુ પરિવાર પણ હિજરત કરી રહ્યાં છે. બનાસકાંઠાના સરીપાડા ગામમાં એક દલિત જવાનનાં લગ્નમાં કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અસામાજિક તત્વો દલિત યુવકને ઘોડી પર ચઢતા રોકવા માંગતા હતા. સેનાની મિલિટ્રી વિંગના જવાન આકાશ કુમાર કોટિયાના લગ્ન હતા. આકાશની તાજેતરમાં જ બેંગલુરૂમાં ટ્રેનિંગ પૂર્ણ થઇ છે અને તેની મેરઠમાં પોસ્ટિંગ થવાની હતી માટે લગ્ન માટે તે કેટલાક દિવસની રજા પર હતો. આ આખો મામલો સોશિયલ મીડિયામાં પણ ઘણો જ ચર્ચામાં છે.

મહત્વનું છે કે, વરઘોડો કાઢવા બાબતે મામલો બિચક્યા બાદ ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો હતો. ગ્રામજનોના વિરોધને કારણે 60થી વધુ દલિતોનાં પરિવાર ગામના મકાનોને તાળા મારી સગા-વ્હાલાઓને ત્યા જતા રહ્યા હતા.

આ અંગે આકાશનાં મોટા ભાઇએ કહ્યુ, ‘પહેલા અમને ઠાકોર કોળી સમાજમાંથી ધમકી મળી હતી કે વર ઘોડી પર ચઢશે તો તે ગામમાંથી જાનને પસાર નહી થવા દઇએ. અમે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી તો પોલીસે જાનમાં સુરક્ષા માટે છથી સાત પોલીસ કર્મીઓને મોકલ્યા હતા. કાર્યક્રમ શરૂ થયો કેટલાક લોકો જાન પર પથ્થર ફેકવા લાગ્યા હતા. આ ઘટના બાદ પોલીસની કેટલીક ટીમ પણ ગામમાં પહોચી હતી. આ મામલે ઠાકોર-કોળી સમાજના 11 લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો