Placeholder canvas

રાજકારણ: મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે.કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યુ છે. તેમણે પહેલા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ પોતાના ધારાસભ્ય પદેથી પણ પોતાનું રાજીનામું આપી દીધું છે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અમિત ચાવડાએ તેમના રાજીનામા અંગે પુષ્ટિ કરી છે.મહત્વનું છે કે આ પહેલા બ્રિજેશ મેરજાએ સોનિયા ગાંધીને મેલ કરીને રાજીનામું આપ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યું હતુ કે હું કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું. કોંગ્રેસની ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા ધારાસભ્ય બ્રિજેસ મેરજા.

સોનિયા ગાંધીને પત્ર લખીને મેરજાએ લખ્યુ છે કે, કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદથી રાજીનામું આપુ છું. મારો હેતુ લોકોની સેવા કરવાનો છે. જોકે કોંગ્રેસમાં રહીને લોકોની સેવા કરવામાં અસમર્થ છું..

ગઈકાલે બે ધારાસભ્યોના રાજીનામા આવ્યા હતા. અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ. કોંગ્રેસ પક્ષની કામગીરીથી નારાજ હોવાથી ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. પ્રજાના કામ ન થતા હોવાના ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રહીને હું સેવા કરવામાં અસમર્થ હતો. મારો હંમેશાંથી મારા મત વિસ્તારના લોકોની સેવા કરવાનો મારો હેતું હતો. પરંતુ મને કોંગ્રેસમાં રહીને જણાયો નહોતો. જેથી મેં આજે સ્વેચ્છાએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

આ સમાચારને શેર કરો