Placeholder canvas

લોકડાઉનમાં કપાસ જીનિંગ અને ઓઇલ મીલ મંજૂરી લઈને ચાલુ કરી શકાશે.

કોરોના વાયરસને કારણે 24 માર્ચથી સમગ્ર ભારતભરમાં 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવેલ છે. ત્યારબાદ સમાં ક્રમાંકિ વિવિધ આદર્શોથી લોક્ડાઉનમાં વિવિધ છૂટ આપવામાં આવેલ છે.

રાજ્યમાં લોક ડાઉનના સમયમાં અને ત્યારબાદ ખાદ્યતેલની અછત ન સર્જાઇ તે જોવું ખૂબ જ જરૂરી બને છે. જેથી કપાસની જિનિંગ પ્રોસેસ માટે જીનીગ મિલોમાં પિલાણ તેમજ પેકેજીંગ માટે કપાસ ઓઇલ મિલો તેમજ આ સમગ્ર કામગીરીમાં જેવી કે કપાસ ખેડૂતો/ વેપારીઓ દ્વારા જીનિંગ મિલ સુધી લઈ જવો અને જિનિંગ મિલમાંથી કપાસિયાને ઓઇલ મીલ સુધી લઈ જવા પરિવહન અને આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી અન્ય કામગીરી માટે છૂટ આપવામાં આવેલ છે.

આ જીનિંગ મિલ કે ઓઇલ મિલ કે એમને લગતી કોઈપણ કામગીરી કરવા માટે સ્થાનિક તંત્રની મંજૂરી લેવી જરૂરી છે. આ સમગ્ર કામગીરીમાં સોશિયલ ડિસ્ટનસિંગ તેમજ સેનેટેરાઇઝિંગ અને વિવિધ તકેદારી રાખવાની અને તે માટેની વ્યવસ્થા કરવાની રહેશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો