skip to content

અબડાસા: મોથાળા સિમાડામાં રહેતા નાથ પરીવારના 50 શ્રમજીવીઓને વિંઝાણના સૈયદ પરીવાર દ્વારા રાશન પહોંચતો કરાયો

આજ રોજ અબડાસા તાલુકાના વિંઝાણ ગામ ના સૈયદ સલીમબાપુના ગ્રુપ દ્વારા સતત બાર દીવસથી જરુરતમંદ પરીવારોને મદદનું કામ ચાલુ હોવા થી આજ દીવસ સુધી 340 જરૂરતમંદ પરીવારો સુધી મદદ પહોંચાડી છે.

આજ રોજ અબડાસા તાલુકા ના નાયબ મામલતદાર દ્વારા આજ રોજ સૈયદ સલીમબાપુના ગ્રુપના રજાક હિંગોરાને જાણ કરાઈ કે મોથાળાના સિમાડામાં ફસાયેલા નાથ પરીવારના પચાસ શ્રમજીવીઓને તાત્કાલિક ધોરણે રાશનની જરુરત છે.

તાત્કાલિક ધોરણે સલીમબાપુના ગ્રુપ દ્વારા અનાજની રાશનકીટ ત્યાં પહોંચતી કરવામાં આવી અને ત્યાં સૈયદ હાજીસુલતાનશા બાપુના વરદહસ્તે તમામ પંચાસ શ્રમજીવીઓના અગીયાર પરીવારોને રાશનકીટ આપવામાં આવી હતી તેમ રાયશીંભાઈ મહેશ્વરી જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો