મોરબીમાં કોરોનાનું આગમન: આજે નોંધાયો પ્રથમ કેસ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
મોરબીમાં પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર થયું સતર્ક : કોરોનાગ્રસ્ત દર્દી હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/20200121_193925.jpg)
મોરબી : સમગ્ર રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ આજે મોરબી શહેરના 52 વર્ષના પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/IMG-20200314-WA0011_copy_576x568-1.jpg)
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કેટલાક શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ દરમિયાન મોરબી શહેરના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં રહેતા 52 વર્ષના એક પુરુષને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને 3 દિવસ પૂર્વે રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સેમ્પલ લઈને બે વખત રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બીજો રિપોર્ટ આજે આવતા તેમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/03/20200328_131229_copy_432x393.jpg)
મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. આ કોરોનાગ્રસ્ત પુરુષ અગાઉ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી જીલ્લામાં આજે કોરોના પ્રથમ કેસ નોંધાતા સમગ્ર મોરબી જિલ્લાના લોકોએ અને ખાસ કરીને મોરબીવાસોઓ ઍ થોડી વધારે સાવચેતી રાખવી રહી, જેથી કરીને કોરોના વાયરસ વધુ ફેલાતો અટકાવી શકાય. કોરોના વાયરસને ફેલાતો રોકવોએ લોકોના હાથમાં છે, લોકોની જાગૃતિ અને સાવચેતીથી જ કોરોનાને રોકી શકાય અને એનાથી બચી શકાય…
ઘરે રહો,સલામત રહો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)