કપ્તાન ઇમ્પેક્ટ: પાવન પીયુસીને કારણદર્શક નોટિસ ફટકારી

વાંકાનેર: તારીખ 16 થી ટ્રાફિકના નવા નિયમોની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેથી પી.યુ સી કઢાવવા માટે મોટી મોટી લાઈનો લાગે છે. પિયુસી કાઢવાવાળા બે લગામ બનીને બેફામ રીતે પોતાની મરજી મુજબ ના ભાવ લઈ રહ્યા હતા તેમની જાણ કપ્તાનને થતા. કપ્તાનના તંત્રી અયુબ માથાકીઆ સાથી પત્રકાર મિત્રો શાહરૂખ ચૌહાણ અને અર્જુનસિંહ વાળા સાથે નેશનલ હાઈવે પર આવેલ એવન કોમ્પલેસમાં ચાલતું પાવન પીયુસીની સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યાંથી જ કપ્તાનના ફેસબુક પેજમાં લાઈવ કરીને પાવન પીયૂસી દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ ને ખુલ્લી કરી હતી. (આ લાઇવ સાડાચાર હજારથી વધુ લોકોએ જોયુ હતુ.)

જ્યારે કપ્તાન ની ટીમ ત્યાં પહોંચી ત્યારે આશરે ૩૦ લોકો PUC કઢાવવા માટે લાઈનમાં ઊભા હતા અહીં એક મોટરસાયકલનું PUC કાઢતા જોયું તો તેઓ માત્ર નંબર પ્લેટ નો ફોટો પાડી અને puc આપી રહ્યા હતા. પીયુસી કાઢવા માટે જે સાઇલેન્સરમાંથી નીકળતા ધુમાડાની માપણી કરવાની હોય છે તેવી કોઈ પ્રક્રિયા કરવામાં આવિ નોહતી. પાવન પિયુસીવાળાને ખબર પડતા જ કે કપ્તાન ટીમ આવી પહોંચી છે તુર્તજ તેઓએ કનેક્ટિવિટી જતી રહેવાનું બહાનું કરીને શટર બંધ કરી દીધું હતું.

આ સમયે કપ્તાનનું લાઇવ ચાલુ હતું અને તેમાં આ સંપૂર્ણ ઘટના લાઈવ બતાવવામાં આવી હતી. લાઈવમાં જ કપ્તાનના તંત્રીએ લોકોની પરેશાની લોકોને પૂછી હતી અને અહીં pucના કેટલા રૂપિયામાં લેવામાં આવે છે તે લોકોને જ પૂછતા સરકારના નિર્ધારિત ભાવ કરતાં પણ વધું ની લૂંટ ચલાવવામાં આવી રહી હતી. ત્યારે કપ્તાનના તંત્રી લાઈવમાં કહ્યું હતું કે જો આ પીયુસી સેન્ટર દ્વારા વધુ પૈસા લેવાનુ ચાલુ રહેશે તો અમો તેમને ઉઘાડા કરવા માટે ફરી પાછા આવીશું અને લોકોને વીઝીટીંગ કાર્ડ આપી અહીં ફરી પાછુ puc કાઢવાનું શરૂ થાય અને વધુ ભાવ લેવામાં આવે તો ફોન કરવાનું જણાવ્યું હતું.

આ live પુરૂ થયા બાદ આ પત્રકારોની ટીમે આરટીઓ, કલેકટર સમક્ષ ટ્વિટ અને ટેલિફોનિક ફરિયાદ કરી હતી. જેમની અનુસંધાને પાવન પિયુસિને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને સમયસર જો સંતોષકારક ખુલાસો નહીં આપવામાં આવે તો તેમનું પીયુસિનું લાયસન્સ રદ કરવા માં આવશે તેઓ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આજે કપ્તાન અને સાથી પત્રકાર મિત્રો દ્વારા પીયુસી કઢાવવા બાબતે લોકોની કરવામાં આવતી ઉઘાડી લૂંટને લોકહિત માટે ખુલ્લી પાડવા અને અધિકારીઓ સુધી પહોંચાડવા આ ટીમની કોશિશને અધિકારીઓએ પણ પોઝિટિવ લઈને ઝડપી કાર્યવાહી કરીને લોકો ને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તેમજ pucના નામે થતી લુંટ અટકાવવા ઝડપી પગલાં લેનાર અધિકારી અને વહીવટીતંત્રને લોકો વતી સલામ….

અપીલ:- કોઈપણ જગ્યાએ આવી લૂંટ ચલાવવામાં આવતી હોય કે લોકોનું અહિત થતું હોય તેવી બાબતો જો આપના ધ્યાનમાં આવે તો આ ટીમને જાણ કરવી જેથી લોકોને અન્યાય કરનાર કોઈપણને ખુલ્લા પાડી શકાય….

🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

👌👌👌👌👌👌👌👌

વાંકાનેર પીયુસી બાબતે થતી ઉઘાડી લૂંટને ખુલ્લી કરતુ કપ્તાનનું લાઈવ જોવા માટે નીચેની લીંક ક્લીક કરો

વાંકાનેર: પીયુસી કઢાવવા માટે લાગી મોટી કતાર, ચાલતી ઉઘાડી લુંટ….(અયુબ માથકિઆ સાથે શાહરુખ ચૌહાણ અને અર્જુનસિંહ વાળા)

Kaptaan यांनी वर पोस्ट केले मंगळवार, १७ सप्टेंबर, २०१९
કપ્તાન ના આપે બુક પેજ ને લાઇક કરો અને follow કરો..
આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •