Placeholder canvas

વાંકાનેરમાં માસ્ક ન પહેરનાર શખ્સે PSI મોલ્યા સાથે ઉદ્ધત વર્તન કરતા ફરજમાં રૂકાવટ ગુન્હો નોંધાવ્યો

વાંકાનેર: શહેરના લીમડા ચોક વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર બુલેટ લઈને નીકળેલા ઇસમને પીએસઆઇએ અટકાવ્યો હતો અને તેને દંડ ફટકાર્યો હતો જેથી ઉશ્કેરાયેલા શખ્શે પીએસઆઇ સાથે ઉદ્ધત વર્તન કરી વાણીવિલાસ કર્યો હતો. તેમની સામે ફરજમાં રૂકાવટ અંગે ગુનો નોંધાવ્યો છે.

વાંકાનેર પોલીસ સ્ટેશનેથી મળલ માહિતી મુજબ પીએસઆઇ પી.સી.મોલીયા તથા સ્ટાફ તેમના નિત્યક્રમ મુજબ ગઈકાલે વાંકાનેર શહેરના લીમડા ચોક વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર રહેતા લોકોને રોકીને દંડ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી બુલેટ નંબર જીજે ૩ કેએસ ૫૬૬૫ નિકળતા તેને અટકાવ્યું હતું અને બુલેટના ચાલક નથુ હમીર બેડવાએ તાજેતરમાં કોરોના મહામારીને લઇને સરકારે નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ નિયમ અનુસાર મોં ઉપર માસ્ક ન પહેરેલું હોય તેને દંડ પેટે રૂપિયા ૧૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો જે વાતને લઈને ઉશ્કેરાઈ જઈને નથુ હમીર બેડવાએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં ઉદ્ધત વર્તન કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને પીએસઆઈ પી.સી.મોલીયાએ નથુ હમીર બેડવા વિરૂધ્ધ વાંકાનેર પોલીસ મથક ખાતે ફરજમાં રૂકાવટ અંગે ગુનો નોંધાવ્યો છે.

આ સમાચારને શેર કરો