વાંકાનેર: વઘાસિયા FIDCમાં ટીસી બ્લાસ્ટ થતા ચાલીને જતી મહિલાનું મોત 

વાંકાનેર : રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા સંગીતાબેન સુરેશભાઇ નિમાવત નામના મહિલા વાંકાનેરના વઘાશીયા GIDC વિસ્તારમાં ગત 26 ઓક્ટોબરના રોજ કેટરીંગ કામ કરવા ગયેલ વખતે રોડ પર ચાલીને જતા હતા તે વખતે નજીક આવેલ ઇલેકટ્રીક ટી.સી. બ્લાસ્ટ થયો હતો જેમાં સંગીતાબેન મોઢે તથા શરીરે દાજી જતા પ્રથમ સારવારમાં વાંકાનેર સરાકારી હોસ્પિટલમાં બાદમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યુ હતું.બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ દેગામડિયા ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો
  • 139
  •  
  •  
  •  
  •  
  •  
    139
    Shares