Placeholder canvas

રોગચાળો ન ફેલાય તે માટે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સઘન કામગીરી

વર્તમાન ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને વાહન જન્ય રોગચાળો ન ફેલાય તે માટે વાકાનેર તાલુકા હેલ્થ ઓફિસર એમ.ઍ.શેરસિયાના માર્ગદર્શન હેઠળ તાલુકો ના તમામ ગામમાં પીવાના પાણીના સ્ત્રોતમાં કલોરીનેશન આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવ્યું તેમજ ઘરે ઘરે જઈને પીવાના પાણીમાં નાખવાની કલોરીનની ગોળીઓનું અઠવાડિક ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 18655 ક્લોરીનની ગોળીઓ નું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ઝાડાના રોગના અટકાયતિ પગલા રૂપે 1330 ORSનું વિતરણ કરવામા આવ્યુ છે.

વાહકજન્ય રોગચાળાના અટકાયતી પગલા આરોગ્ય કર્મચારી દ્વારા લેવામાં આવેલ છે, જેમને અંતર્ગત ઘરે પાણી ભરવાના 32704 વાસણમાં એબેટ નાખવામાં આવ્યા છે. ગામની આજુબાજુમાં ભરાયેલા પાણીના 271 ખાડામાં બીટીઇ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે તેમજ 80 ખાડાઓમા ગપી ફિશ મૂકવામા આવેલ છે.

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસરના તાકીદના પગલાં ના કારણે ચોમાસા દરમિયાન ફેલાતા રોગ મેલરીયા,ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને ઝાડાના રોગનું પ્રમાણ નહિવત જોવા મળી રહયું છે.

☔☔☔☔☔☔☔☔

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો