Placeholder canvas

ટંકારા:પોતાના પિતા માટે મગાવેલા બે રેમડેસિવિર ફૌજીના પિતાને આપી દીધા

(By Jayesh Bhatasana -Tankara) સરકાર ખરા ટાંકણે લોકોને ઓક્સિજન, રેમડેસિવિર, બેડ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં હાંફી ગઇ છે ત્યારે ટંકારાના વતની યુવાને તેમના પિતા કે જે મોરબી સિવિલમાં સારવારમાં હતા અને તેમના ભાગે આવેલા રેમડેસિવિર ઇન્જેક્શન અન્યને આપી દેવાની દિલેરી બતાવી હતી. મહત્વની બાબત એ છે કે યુવાનના પિતાએ કોરોનાને માત આપી દીધી છે. અને તેમણે દાન કરી દીધેલા ઇન્જેક્શનથી ફૌજીના પિતાની તબીયત ખાનગી હોસ્પિટલમાં હવે સુધારા પર છે.

એક તરફ લેભાગુ તત્વો નકલી રેમડેસિવિર બનાવી લોકોને વેચવાની તક જતી કરતા નથી ત્યારે બીજી તરફ ભલાઇનું ભાથું બાંધવાવાળાની પણ કમી નથી. ટંકારાના બિપીનભાઇ નારણીયાના પિતા અમરશીભાઇને કોરોના સંક્રમણ થતાં તેમને મોરબી સિવિલમાં દાખલ કરાયા હતા અને તેમને ઓક્સિજનની જરૂર પડી હતી. જે તે વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાતાં તેમને ચાર રેમેડેસિવિર મળ્યા હતા. પડધરીના હડમતિયાના ફૌજી શૈલેષ ડાભી કે જેઓ ગોવામાં ફરજ બજાવે છે તેમના પિતા જગાભાઇને કોરોના લાગૂ પડતાં 10 દિવસથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમા ખસેડાયા છે અને તેમનું ઓક્સિજન લેવલ જે તે સમયે 60 જેટલું થઇ જતાં સૈનિકનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને રેમડેસિવિરની શોધમાં અહીં તહીં દોડાદોડી કરતો હતો.

આ સમગ્ર ઘટનાની તેમના દીકરાને ગોવામાં જાણ કરાઈ પરંતુ તેમને રજા મળે તેમ ન હતી.એવામાં બિપીનભાઇને આ હકિકતની જાણ થતા તેમના પિતા માટે લીધેલા બે રેમડેસિવિર કે જેની હવે તેમને જરૂર ન હોવાનું તબીબે કહેતાં એ બન્ને ઇન્જેક્શન ફાૈજીના પિતાને આપી દેવા ભલામણ કરી હતી. સિવિલના તબીબે તે માન્ય પણ રાખી હતી અને એ બે ઇન્જેક્શન શૈલેષ ડાભીના સગાંને તાબડતોબ ટંકારા બોલાવીને તેમને આપી દીધા હતા. આ બે ઇન્જેક્શન સમયસર મળી જતાં જગાભાઇનું ઓક્સિજન લેવલ 80 આસપાસ હોવાનું અને તબીયત સુધારા પર હોવાનું તબીબોએ જણાવતાં બિપીનભાઇની દરિયાદીલી ફળી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો