Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોનાની ફીફટી: મોરબીમાં વધુ 4 કેસ નોંધાયા, રવિવારના કુલ કેસ 9

મોરબી : મોરબી જિલ્લામાં કોરનાએ ફિફ્ટી પુરી કરી છે, મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો આંકડો 51 પર પહોંચ્યો છે. આજે રવિવારે પાંચ કેસ બાદ બીજા એકી સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ચારેય કેસ દરવાર ગાઢ વિસ્તારમાં નોંધાયા છે.

મોરબીમાં રવિવારે નોંધાયેલા વધુ ચાર કેસની મળતી વિગત મુજબ રાજકોટની લેબોરેટરીમાં મોકલાયા સેમ્પલમાંથી મોરબીના દરબારગઢ વિસ્તારમાં જાની શેરીમાં રહેતા આડેસરા પરિવારના ત્રણ સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં આડેસરા ભરતભાઈ લાલજીભાઈ (ઉ.59), આડેસરા ભારતીબેન ભરતભાઇ (ઉ.58) અને આડેસરા સ્વેતાબેન તેજેન્દ્રભાઈ (ઉ.30)ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ આ ત્રણય રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ આડેસરા પરિવારના ત્રણેય સભ્યો અમદાવાદના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.

જ્યારે આ પરિવારના નજીકના સગા જે સુથાર શેરી, દરબારગઢમાં રહેમાં તે પાટડીયા શૈલેષભાઈ (ઉ.53)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે. આમ દરબારગઢ વિસ્તારમાં એક સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 51 પર પોહચી ગઇ છે.

આજે નોંધાયેલા કુલ 9 કેસની માહિતી

1) લક્ષ્મીબેન ભેરુભાઈ મોદી (ઉ.55) કાલિકા પ્લોટ શેરી નંબર – 2, મોરબી

2) બળવંતભાઈ દલુભાઈ કોટડીયા (ઉ.50) રવાપર ગામ પાસે, ઓમ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, મોરબી

3) હનીફાબેન મહંમદભાઈ (ઉ.67) કોયબા ગામ નજીક, હળવદ

4) નંદલાલભાઈ મહાદેવભાઈ અમૃતિયા (ઉ.54) જેતપર મચ્છુ ગામ, મોરબી

5) અમોલ ઉલે (ઉ.38) ત્રાજપર ચોકડી નજીક, હોન્ડાના શો રૂમની પાછળ, લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી

6) આડેસરા ભરતભાઈ લાલજીભાઈ (ઉ.59) દરબાર ગઢ, જાની શેરી, મોરબી

7) આડેસરા ભારતીબેન ભરતભાઇ (ઉ.58) દરબારગઢ, જાની શેરી, મોરબી

8) આડેસરા સ્વેતાબેન તેજેન્દ્રભાઈ (ઉ.30) દરબારગઢ, જાની શેરી, મોરબી

9) પાટડીયા શૈલેષભાઈ (ઉ.53) દરબારગઢ, સુધાર શેરી, મોરબી

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો