મોરબી જિલ્લામાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લાના કુલ કેસ 46

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના હવે માજા મુકી રહ્યો છે. આજે રવિવારે સવારે મોરબી જિલ્લામાં એક સાથે 3 કેસ સામે આવ્યા બાદ બપોર થતા ચોથો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામના રહેવાસી 54 વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝિટિવ જાહેર થયેલ છે. જે દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. દર્દી ની તબિયત હાલ સારી છે.

જેમાં મોરબીના કાલિકા પ્લોટમાં 55 વર્ષના મહિલા, રવાપર ગામના 50 વર્ષના પુરુષ અને હળવદના કોયબામાં 67 વર્ષના મહિલા અને મોરબી તાલુકા ના જેતપર મચ્છુ ગામ ના રહેવાસી 54 વર્ષ ના પુરુષ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 46 પર પોહચી ગઈ છે.

આ અંગે મળતી વિગત મુજબ આજ રોજ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેની માઈક્રો બાયોલોજી લેબોરેટરી દ્વારા લેવાયેલા સેમ્પલમાં 3 મોરબી જિલ્લાના 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. જેમાં મોરબી શહેરના કાલિકા પ્લોટના રહેવાસી 55 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરબી તાલુકા ના રવાપર ગામ પાસે ઓમ પાર્ટી પ્લોટ સામે આવેલા શ્વરવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા બળવંતભાઈ દલુભાઈ કોટડીયા 50 વર્ષ તેમજ હળવદ તાલુકાના કોયબાં ગામની વાડીના રસ્તે વસવાટ કરતા 67 વર્ષ ના મહિલા હનીફાબેન મહંમહમદભાઈ અને મોરબી તાલુકા ના જેતપર મચ્છુ ગામ ના રહેવાસી 54 વર્ષ ના પુરુષનો એમ કુલ 4 પોઝીટીવ રીપોર્ટ જાહેર કરેલ છે.

મોરબીના ત્રણેય દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં છે. જ્યારે હળવદના દર્દી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે સારવારમાં છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 46 થઈ ગઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો