વિજય કુચ: તીથવા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારનો ‘વિજય પ્રચાર જુંબેશ’

તીથવામાં ભરવાડ સમાજ અને કુબાના કોળી સમાજની ભાજપ તરફી વોટીંગ કરવાની ખાતરી…

આ સીટના ભાજપના ઉમેદવારને તમામ જાતિઓનો ટેકો મળતાં વિજયી વાતાવરણ ઊભું થયું છે.

વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર નૂરજહાંબેન ઈસ્માઈલભાઈ કડીવાર સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે જઈને જબ્બર ચૂંટણી પ્રચાર કરે છે, તેમને તમામ ગામોમાં લોકોનો આવકાર મળી રહતા આ વિસ્તારમાં ભાજપ તરફી માહોલ ઊભો થયો છે.

ઉમેદવારના પતિ ઈસ્માઈલભાઈ કડીવાર આ વિસ્તારમાં દરેક ગામના દરેક જ્ઞાતિના સંપર્ક કર્યો છે અને તેમને ટેકો પણ મળ્યો છે. ગત રાત્રે તીથવા ગામના ભરવાડ સમાજ અને કુબાના કોળી સમાજનો સંપર્ક કર્યો હતો અને તેઓએ ભાજપ તરફી મતદાન કરવાની ખાતરી આપી હતી.

ઈસ્માઈલભાઈ કડીવાર પોતે વાલાસણ ગામના સરપંચ હોવાના નાતે આ વિસ્તારના સંપર્કમાં છે, તેમજ માધ્યમ વર્ગી લોકોને માફક આવતા સરળ અને સાદા સ્વભાવના કારણે લોકો તેમને સરળતાથી મળે છે અને માન-સન્માન પણ આપે છે.

ઈસ્માઈલભાઈ કડીવાર અને તેમની સાથેની ટીમ જે તે વિસ્તારના આગેવાનોને સાથે લઈને મતદારોનો સીધો સંપર્ક કરે છે. અને મતદારો પણ પોતાના આંગણા સુધી આવેલા ઉમેદવારને આવકારે છે અને મત આપવાની ખાતરી આપે છે. આમ સમગ્ર વિસ્તારમાં ભાજપના ઉમેદવારના વિજય પ્રચાર ઝુંબેશના કારણે વિજયનું વાતાવરણ ઊભું થયું છે. લોકો તેમની સાથે જોડાઈને મજબૂત જીત તરફ દોરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો