Placeholder canvas

મહીકા તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર હનીફ બાદી ‘જાઇન્ટ કિલર’ થશે ?

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહીકા તાલુકા પંચાયતની સીટ ઉપર રાજકીય વ્યક્તિઓની નજર મંડરાયેલી છે. કેમ કે અહીં ભાજપે એક ઉચ્ચ શિક્ષિત યુવાનને મેદાનમાં ઉતાર્યો છે,જે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને ચૂંટણીમાં જોરદાર ફાઇટ આપી રહયો છે. ત્યારે સ્વાભાવિક પણે આ સીટ પર બધાની નજર હોય…

હનીફ બાદીએ આ સીટના સૌથી મોટા ગામ માહિકાના વતની છે અને મહીકાના જુના રાજકીય આગેવાન બુટણી બાપાના દીકરા છે, તેઓ ઉચ્ચ શિક્ષિત છે અને રાજકીય રીતે અનુભવી પણ છે. મહિકા ગામમાંથી તેમને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે, રંગપર અને જાલીડા ગામ તેની સાથે છે જ્યારે જોધપર અને ગારીડા ગામમાંથી વધુ મતો મેળવવા ની ઉમેદવાર અને તેમના ટેકેદારો, આગેવાનો અને કાર્યકરો કોશિશ કરી રહ્યા છે. ત્યારે હનીફ બાદી આ સીટ પર ‘જાઇન્ટ કિલર’ (મોટા માથાને હરાવનાર) બનશે.

મહીકા તાલુકા પંચાયત સીટ પર ભાજપની પક્કડ વધી છે તેમનો સીધો લાભ મહિકા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારને પણ થશે સાથોસાથ જીત તરફ આગળ વધતા જિલ્લા પંચાયતના ઉમેદવાર ગોરધનભાઈ સરવૈયાનો લાભ તાલુકા પંચાયતના ઉમેદવારને પણ થશે.

આ સમાચારને શેર કરો