Placeholder canvas

મીરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મતદારોને 8.25 લાખ હેન્ડગ્લોઝ અપાશે.

કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા 559 મતદાન બુથો ઉપર આરોગ્ય વિભાગના 1079 કર્મીઓ તૈનાત રહેશે. ચૂંટણીમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર તકેદારીના પગલાં લેશે

મોરબી : મોરબીમાં વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે આગામી 28 ફ્રેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન દરમિયાન કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ સુંદર વ્યવસ્થા ગોઠવી છે અને અગાઉની વિધાનસભાની પેટા ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મતદારોને હેન્ડગ્લોઝ આપશે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને 8.25 લાખ હેન્ડ ગ્લોઝ અપાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે દરેક મતદાન બુથ પર કુંડાળા કરવામાં આવશે.દરેક મતદાન બુથ ઉપર આરોગ્યની બે વ્યક્તિની ટીમ ખડેપગે રહેશે અને મતદાન માટે આવતા લોકોના હેન્ડ સેનીટાઈઝ કરવાની સાથે મતદાન કરવા માટે એક હાથના હેન્ડગ્લોઝ આપશે. માસ્ક ન પહેરનાર લોકોને માસ્ક આપશે.આ અંગે આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરા તેમજ ડો.સી.એલ.વારેવડીયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવાશે.જેમાં 1140 થર્મલ ગનથી મતદારોના ટેમ્પરેંચર મપાશે.19400 ફેસ શિલ્ડ, 19000 રબર ગ્લોઝ,15,900 એન95 માસ્ક સ્ટાફને ફાળવવામાં આવશે. આ ઉપરાંત 6200 હેન્ડ સેનિટાઈઝર, 1,40,000 ત્રિપલ ઉપર માસ્ક મતદારોને આપશે.

દરેક મતદાન બુથ ઉપર ડસ્ટબીન રાખવામાં આવશે.ચૂંટણી દરમિયાન મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગના કુલ 1079 જેટલા કર્મીઓ તૈનાત રહેશે.કુલ 559 મતદાન બુથો ઉપર આ કર્મચારીઓ ફરજ બજાવશે.જેમાં મોરબીમાં 197 મતદાન મથકો ઉપર 345 કર્મચારીઓ, વાંકાનેરમાં 126 મતદાન મથકો ઉપર 243 કર્મચારીઓ, ટંકારામાં 55 મતદાન મથકો ઉપર 110 કર્મચારીઓ, માળીયામાં 58 મતદાન મથકો ઉપર 120 કર્મચારીઓ અને હળવદમાં 123 મતદાન મથકો ઉપર 246 આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત રહીને કોવિડની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો