Placeholder canvas

જંગલેશ્વર વિસ્તારમાં 90 પરિવારોને અનાજ અપાયું : કેશ ડોલ્સ ચુકવણા શરૂ

રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝીટીવનો એક કેસ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તાર લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મોટા ભાગે મજૂર વર્ગના લોકો વધારે રહેતા હોય અને હાલમાં લોક ડાઉનની સ્થિતિના કારણે આવા પરિવારોની રોજી રોટી ઉપર ખતરો ઉભો થતાં આ 90 જેટલા પરિવારો પાસે રેશનકાર્ડ ન હોવા છતાં પણ આ તમામ પરિવારોને જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાએ એક મહિનાનો રાશન કેરોસીનનો જથ્થો વિતરણ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝીટીવ બાદ સમગ્ર વિસ્તાર જડબેસલાક લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં શ્રમિક પરિવારોની રોજી રોટી બંધ થઇ જતાં આવા પરિવારને રોજી રોટી ન મળવાથી જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હોવાનું સામે આવતા 90 જેટલા પરિવારોને એક મહિનાનું ઘંઉ, ચોખ્ખા, કેરોસીન, ખાદ્ય તેલ, મીઠુ, તૂવેર દાળ, ચણા દાળ સહિતનો જથ્થો એક કીટ તૈયાર કરીને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અમુક પરિવારોની ઓળખ મેળવીને કેશ ડોલ્સના ચૂકવણા પણ શરૂ કરવામાં આવ્યા છે તેવુ અંતમાં જાણવા મળેલ છે.

આ સમાચારને શેર કરો