Placeholder canvas

રાજકોટમાં કોરોનાથી એક જ દિવસમાં 82ના મોત

ગઈકાલના 55 મોતથી 30 ટકાનો વધારો: વાસ્તવિક મૃત્યુઆંક પણ તેનાથી પણ અનેગણો હોવાનો ભય: સમગ્ર શહેરમાં કોરોનાનો આતંક

રાજકોટ જિલ્લામાં કોરોનાની ઘાતક લહેર વધુને વધુ ભયાવહ બની રહી છે. આજે રેકર્ડબ્રેક વધુ 82 દર્દીઓના સત્તાવાર મોત જાહેર થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.

આરોગ્ય વિભાગે આજે જાહેર કરેલા બુલેટિનમાં કોરોનાગ્રસ્ત 82 દર્દીઓના મોતની પૃષ્ટિ સાથે ગઈકાલના 55 મોતમાં 10ના મોત કોવિડથી થયાનો રિપોર્ટ જાહેર કર્યો છે.

રાજકોટમાં જે રીતે મૃત્યુઆંક સતત વધતો જાય છે અને કોરોના સંક્રમણના પણ કેસ વધતાં જાય છે તેનાથી સમગ્ર શહેરમાં એક નવો ભય પ્રસરી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કે અન્ય કોઈ પગલાં ન લેવાતાં કોરોના બેફામ બનશે તે પણ લોકોમાં જબરી ચર્ચા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના વાસ્તવિક મોતનો આંકડો સરકાર દ્વારા જાહેર થતાં મૃત્યુથી અનેકગણો વધુ હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે અને સરકારની ઓડિટ કમિટી કોઈને કોઈ બહાને મૃત્યુનો આંક નીચો બતાવવા પ્રયત્ન કરી રહી છે જે કોરોના સંક્રમણમાં બુમરેંગ થશે તેવા સંકેત છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો