Placeholder canvas

સૌરાષ્ટ્રમાં વધુ નવા 19 પોઝીટીવ કેસ: ભાવનગરમાં વૃદ્ધનું મોત

રાજકોટ: કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા સૌરાષ્ટ્ર સહિત સમગ રાજયમાં કેન્દ્રના આદેશ મુજબ લોકડાઉન-4માં પરિવહન-બજારો બંધ રહયા બાદ અનલોક-1માં પરિવહન અને બજારો ધમધમતા કોરોના વાયરસ સંક્રમણમાં દીન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં સૌરાષ્ટ્રમાં વધુ 19 પોઝીટીવ કેસોનો વધારો નોંધાયો છે અને ભાવનગરમાં વધુ એક કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું છે.

રાજકોટ મહાનગરમાં રૈયારોડ સતાધાર પાર્ક, 80 ફુટ રોડ, આંબેડનગર, મવડી, રેલનગર સહીત છ પોઝીટીવ કેસો નોંધાયા છે.
મોરબીમાં રવાપર એક યુવાન બેંક કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તો હળવદમાં સૌપ્રથમ 60 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ વૃદ્ધે વિરમગામ ગયાની ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગર 1, લીંમડી 1 અને વઢવાણ 1 મળી કુલ 3 પોઝીટીવ કેસો વધ્યા છે.

કોરોના વાયરસે ભાવનગરમાં ભયની લાગણી ફેલાવી હોય તેમ સતત કેસો વધી રહ્યા છે. આજે બુધવારે સવારે ભાવનગરમાં આઠ પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આજનાં આઠ કેસથી ભાવનગરમાં કોરોનાનો કુલ આંક વધી 150 થયો છે જયારે આજે એક પોઝીટીવ દર્દીનું મોત નિપજતાં ભાવનગરમાં કોરોનાથી મૃત્યુ આંક વધીને 11 થયો છે. શહેરનાં આનંદનગર ઈએસઆઈએમ હોસ્પીટલ પાસે રહેતાં ધનજીભાઈ ધુડાભાઈ સોલંકી (ઉ.વ.66) જે પોઝીટીવ દર્દી તરીકે હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા હતા તેનું આજે સવારે મોત નિપજયું હતું.

આ સમાચારને શેર કરો