ભાવનગર: પાલીતાણાના ઘેટી ગામે આઇસર પલ્ટી જતા 1 બાળકીનું મોત, 25 લોકોને ઇજા

ભાવનગર: ગઇકાલે ઉત્તરાયણનો પર્વ હતો ત્યારે રાત્રે ભાવનગરનાં પાલીતાણામાં એક ગોઝારો અકસ્માત થયો છે. પાલીતાણા પાસે આવેલા ઘેટી ગામ પાસે એક આઇસર ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, ઇજાગ્રસ્તો આદપુર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ લોકો પાલીતાણાનાં પીથલપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને પાલીતાણાની માનસિંહ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઇને હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા.

આ સમાચારને શેર કરો
  • 13
  •  
  •  
  •  
  •  
  •  
    13
    Shares