કૂવામાંથી બહાર કાઢી ગાઇના વાછરડાનો જીવ બચાવતા યુવાનોએ.
વાંકાનેર: આજે વાંકાનેરમાં આવેલ પાંજરાપોળ ની બાજુમાં એક ખાલી કૂવામાં ગાયનું નાનું વાછરડું પડી ગયું હતું જેમને કેટલાક યુવાનોએ મળીને કૂવામાંથી બહાર કાઢી આ વાછરડાનો જીવ બચાવ્યો હતો.
આ વાછરડું કૂવામાં પડી ગયા ના ખબર મળતાં હવે શું કરવું ચર્ચા ચાલતી હતી તેવામાં જ મુસ્તાક અને તેમના સાથી મિત્રોને ખબર પડી અને તેઓ દોરડાઓ લઈને આવી ચડ્યા અને એક વ્યક્તિ કૂવામાં ઉતરી ને વાછરડાને બે જગ્યાઍથી બાંધી અને બહાર રહેલા યુવાનોએ આ વાછરડાને ઝડપભેર ખેંચી લીધું હતું. આમ આ વાછરડાનો યુવાનોએ જીવ બચાવી લીધો હતો.
વાછરડુ બહાર નીકળ્યા પછી થોડુંક ડરી ગયેલું હતું થોડી વાર બેઠા પછી ચાલતું થઈ ગયું અને આ યુવાનો પણ તેમને પકડીને તેમની સાથે મોજ મસ્તી કરી હતી અને વાછરડામા પણ જીવમાં જીવ આવ્યો હતો.
જુઓ વિડિયો …..