વાંકાનેર: તાલુકા ભાજપના આગેવાનોએ શાહબાવાને ચાદર ચડાવીને આશીર્વાદ લીધા
વાંકાનેર તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય અને તાલુકા પંચાયતની સત્તા મેળવ્યા બાદ વાંકાનેર તાલુકા ભાજપના આગેવાનોએ આજે સાંજના પાંચ વાગ્યે વાંકાનેરના કોમી એકતાના પ્રતિક સમાન અને ‘શહેનશાહ એ વાંકાનેર’ શાહબાવાની દરગાહ પર જઈને ચાદર ચઢાવી હતી અને આશીર્વાદ લીધા હતા.
શાહબાવાને ચાદર ચઢાવવામાં વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબાના પતિ ધમભા ઝાલા, યુસુફભાઈ શેરસીયા, રાજભા ઝાલા, જાહિરઅબ્બાસ શેરસિયા, જાવીદ બ્લોચ, ઇસ્માઈલભાઇ કડીવાર સરપંચ વાલાસણ, હુસેનભાઇ શેરસીયા પીપળીયા રાજ, ઈસ્માઈલભાઈ બાદી સરપંચ મહીકા, અબ્દુલભાઇ માથકીયા સરપંચ વાંકીયા, ઈસ્માઈલભાઈ આઈએમપી માજીસરપંચ સીંધાવદર, અલાવદીભાઈ ઉપસરપંચ તીથવા, ઇસ્માઈલભાઇ રાઝવી, હનીફભાઈ બાદી માહિકા, હુસેનભાઈ બાદી માજીસરપંચ પંચાસીયા, સલીમભાઈ પ્રતાપગઢ, મુસ્તાક માથકિયા હામવી, મંહમદભાઈ રાઠોડ, ઉપરાંત વાલાસણ, પીપળીયા રાજ, તીથવા, વાંકીયા, પંચાસીયા, વઘાસીયા, ચંદ્રપુર, મહીકા વિગેરે ગામના આગેવાનો એ હાજરી આપી હતી.
મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ આગેવાનોએ સાથે મળીને શાહબાવાને ચાદર ચઢાવી હતી અને ફૂલો ચડાવીને સલામ પઢીને દુઆ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૂંટણીના પરિણામમાં વાંકાનેરના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપની તાલુકા પંચાયત સતા સ્થાપી છે, ત્યારે વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં તાલુકા પંચાયતના સભ્યો હોદ્દેદારો ભાજપના આગેવાનો તમામ સાથે મળીને શાહબાવાને ચાદર ચઢાવીને લોકોના કામ કરવા માટેની શક્તિ માંગી હતી અને શાહબાવાના આશીર્વાદ મેળવીને આવતીકાલે તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ વિધિવત રીતે ચાર્જ સાંભળશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…