વાંકાનેર: સિંધાવદર ગામે એન.એન.એસ. શિબિર યોજાઈ

વાંકાનેર: સિંધવાદરનિ એસ.એમ.પી.હાઈસ્કુલના કાર્યરત એન.એસ.એસ. યુનિટ દ્વારા અશરફ નગર ગામે 7 દિવસીય શિબિર અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાઇ, શિબિરના ઉદઘાટન માં ગામના સરપંચ શાળાના આચાર્ય .એ.એ.બાદી, પ્રોગ્રામર ઓફિસર .ઇલમુદિન.એ.બાદી તથા અશરફ નગર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફ વગેરેએ હાજરી આપી હતી.

આ કેમ્પમાં ગામ સફાઈ,રસ્તા સફાઈ, જાહેરસ્થળોની સફાઈ,તેમજ વકતૃત્વ સ્પર્ધા,સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી જાગૃતિ માટેની પ્રવુતિ કરવામાં હતી. ઉપરાંત પર્યાવરણ બચાવો આંદોલન ના ભાગરૂપે દરેક સ્વયંસેવકો એ ચકલીઘર બનાવી પ્રાથમિક શાળા ના બાળકોને અર્પણ કરવામાં આવ્યા હતા.

એન.એસ.એસ.ના સ્વયંસેવકોને પ્રકૃતિ દર્શન માટે રામપરાં અભ્યારણની મુલાકાત કરાવવામાં આવી અને આ શિબિરમાં ગામના સરપંચ અફસાનાબેન દ્વારા 1 દિવસનું બપોર નું ભોજન સ્વયંસેવકોને અને અશરફ નગર પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવ્યુ.શિબિરને સફળ બનાવવા માટે એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો