Placeholder canvas

વાંકાનેર: શિવપાર્કમાં 36 બોટલ દારૂ સાથે યુવાન પકડાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમે અહીંના શિવપાર્ક વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી રહેઠાણમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 બોટલ સાથે યુવાનને ઝડપી લીધો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં રહેતા વિવેક જીતેન્દ્રભાઈ માણેકના મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર તેમજ ઓલસીઝન બ્રાન્ડ વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 13,800 કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો